જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં N.A.B.Hની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલી સુપ્રસિદ્ધ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપના વર્ષ ૧૯૯૨માં કરવામાં આવી હતી. ત્યારથી શરુઆત કરીને અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરીને દેશ- વિદેશમાં તેમની સેવા આપી રહ્યા છે. હાલ આ સંસ્થા ખાતે ૭૦૦ જેટલા વિધ્યાર્થીઓ ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થામાં હાલ, […]

Continue Reading

ધ્રોલમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74માં વન મહોત્સવની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ધ્રોલ ખાતે ઉજવણી કરાઈ હતી.જેમાં મંત્રી સહિત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે […]

Continue Reading

શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંત્રીએ આ તકે શહીદ જવાન રવીન્દ્રસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી […]

Continue Reading

લાલપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સ્ત્રી સશક્ત થાય તેમજ સ્ત્રીને શિક્ષણ , સુરક્ષા , સ્વાવલંબન , નેતૃત્વ કેળવણી, સ્ત્રીઓમાં સર્વાંગી વિકાસ થાય તે માટે લાલપુર તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસ ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે તા.04 ઓગસ્ટના રોજ ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની ઉજવણી જિલ્લા પંચાયત ભવનના સ્મૃતિ હોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ અન્વયે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી ગત તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહેલ છે. જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૩ ઓગસ્ટના રોજ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી હર્ષદપુર ગામ ખાતે કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ૩૧૫ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

જામનગરના ફેસ ટુના રાજહંસ બ્રાસ એકમમાં બ્લાસ્ટ, બે મજૂરો ગંભીર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરેડ GIDC ફેસ ટુ માં આવેલ રાજહંસ ઈમ્પેક્સ પ્રાઇવેટ નામના બ્રાસ ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ આગજનની ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમા આવેલા પ્લોટ નં. 8માં આવેલા રાજહંસ ઇમ્પેક્સ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની IMCT ટીમ જામનગરમાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાથી વિવિધ વિસ્તારોમાં થયેલ નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) જામનગર જિલ્લાની મુલાકાતે આવી હતી. આ ચાર સભ્યોની ટીમે ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પ્રભાવિત થયેલ જિલ્લાના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં થયેલ નુકસાન અંગે નેશનલ […]

Continue Reading

બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડને અટકાવવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર આપશે સહાય: કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા […]

Continue Reading

જામનગરના હાડાટોડાના ફૌજી પંજાબમા શહીદ થતા વતનમાં સન્માન સાથે અંતિમ વિધિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની અને ફૌજ મા ઇલેકટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર (EME) મા 11 વર્ષ થી ફરજ બજાવતા જાડેજા રવીન્દ્રસિં હનુભા નામનાં જવાન પંજાબ ના ભટીન્ડા મા ચાલુ ફરજ દરમ્યાન વીર ગતી ને પામ્યા છે . આ વીર જવાન નો પાર્થિવ દેહને 2, ઓગષ્ટ,2023ના બુધવારે […]

Continue Reading