જામનગરમાં યુવક કોંગ્રેસે લઠ્ઠા કાંડ ને લઈને દેખાવો કર્યા, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં યુવક કોંગ્રેસ અને એને દ્વારા અંબર સિનેમા સર્કલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુને લઈને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂ ની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામા ની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં […]

Continue Reading

ઉંડ -1 ડેમ અને નવા બની રહેલા સમ્પની કમિશનરે મુલાકાત લીધી, પાણીની આવક અંગે વિગતો મેળવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે આ વર્ષે તમામ ડેમ -જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. જામનગરના મહત્વના ગણાતા એવા ઉંડ -1 ડેમ ખાતે કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન શહેરીજનોને પૂરતું પાણી વિતરણ થાય અને ઉંડ […]

Continue Reading

કાલાવડ પંથકના હરીપર-મેવાસામાં SOGએ ત્રાટકી નકલી દૂધની ફેક્ટરીમાં દરોડો પાડયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં એક તરફ લઠ્ઠાકાંડ અને કેમિકલ કાંડ ચાલી રહ્યો છે ત્યારે જામનગર પોલીસે નકલી દૂધની ફેક્ટરી ઝડપી છે. પાંચ લાખ થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપાયેલી નકલી દૂધની ફેક્ટરી મારફતે દરરોજનું હજારો લિટર નકલી દૂધ રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. વનસ્પતિ ઘી […]

Continue Reading

61 વર્ષિય શિક્ષકે શોખને સેવામાં પરિવર્તિત કર્યો, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, હિંમતનગર : (નિરવ જોશી) સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો છે. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં […]

Continue Reading

ગિરિમથક સાપુતારામાં મોન્સુન ફેસ્ટિવલ, મેધ મલ્હાર માટે તડામાર તૈયારીઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સાપુતારા : વરસાદી સીઝન વચ્ચે ગિરિમથક સાપુતારામાં વનરાઈ ખીલી ઉઠી છે. અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકો પણ ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે “ગુજરાત કી આંખો કા તારા સાપુતારા” ખાતે 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી મોનસૂન ફેસ્ટિવલ ની તડામાર તૈયારી કરવા માં આવી રહી છે. ગુજરાત રાજ્યનું મીની કાશ્મીર ગણાતું […]

Continue Reading

જામનગરમાં 36 ટુકડીઓએ વિજચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં આજે સવારથી પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ થઈ છે. જામનગર શહેરના જીઆઇડીસી અને ખંભાળિયા ગેટ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ટુકડીઓએ ધામા નાખ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી કુલ 36 ટીમો દ્વારા વીજ ચોરી ઝડપવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટુકડી […]

Continue Reading

ખ્યાતનામ કોમેડિયન ધારશી બેરડીયા અને ભાજપના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરના અને વિશ્વમાં ખ્યાતિ મેળવનાર કોમેડિયન ધારશી બેરડીયા આમ આદમી પાર્ટીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમા જોડાયા છે. આ સાથે જ ભાજપના એક નેતા પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ […]

Continue Reading

INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર જે.એસ. ધનોઆએ પદભાર સંભાળ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આઇ.એન.એસ. વાલસૂરા ખાતે કોમોડોર જે.એસ. ધનોઆએ 23 જુલાઇ,2022 ના રોજ એક પરેડ દરમિયાન ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહ પાસેથી પદભાર સંભાળ્યો હતો. કોમોડોર ગૌતમ મારવાહાએ 24 મે,2021ના રોજ INS વાલસુરાની કમાન સંભાળી હતી અને આ સંસ્થાના કર્મચારીઓ અને વહીવટીતંત્રની તાલીમમાં […]

Continue Reading

જામનગરમાં આપદા મિત્ર એન.ડી.આર.એફ. દ્વારા હોમગાર્ડ જવાનોને તાલીમ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમ ને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા […]

Continue Reading

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો ધ્રોલથી કૃષિમંત્રી રાઘવજી પટેલનાં હસ્તે શુભારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે […]

Continue Reading