કેબિનેટ મંત્રી મુળુ બેરાએ લાલપુર રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીઇ, નુકસાનીનો તાગ મેળવ્યો નુકસાની નો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ખાતે આવેલા રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. લાલપુર સામાજિક વનીકરણ રેન્જમાં સમાવિષ્ટ લાલપુર રોપા ઉછેર કેન્દ્રમાં આસોપાલવ, તુલસી, એલોવેરા, લીમડો જેવા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોના રોપાનો ઉછેર અને માવજત કરવામાં આવે છે. […]

Continue Reading

લાલપુર તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકાના પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં નુકસાની થવા પામી છે. લાલપુરમાં ઢાંઢર નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરની […]

Continue Reading

જામનગર 181 અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 181 અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન 181 અભયમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. જામનગરના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા 3થી 4 […]

Continue Reading

સસોઈ ડેમ ઓવરફ્લો, આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને જામજોધપુર, લાલપુર પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગથી અનેક નદી નાળા છલક્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જામનગરના જેવા દોરી સમાન ગણાતા સસોઈ ડેમમાં પણ વરસાદી નિર આવતા ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરની મહાનગરપાલિકા દ્વારા પીવા માટે આપવામાં આવતા […]

Continue Reading

વિહોતર વિકાસ મંચ જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રબારી સમાજના ગુજરાત પ્રદેશના શિક્ષણ સંગઠન વિહોતર વિકાસ મંચ દ્વારા જામનગર ના યુવા અગ્રણી અને સમાજ માટે દરેક ક્ષેત્રમાં કાર્યરત રહેતા સચિનભાઈ રબારીની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સચિનભાઈ સમસ્ત રબારી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે ધ્રોલમાં વાનગીઓની હરીફાઈનું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વર્ષ-૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે. જેનો મુખ્ય હેતુ આહાર બદલો, જીવન બદલો, મિલેટ આપનાવી જીવન સ્વસ્થ બનાવો છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઘટક કક્ષાએ મિલેટમાંથી બનતી વિવિધ વાનગી હરીફાઈનું આયોજન તા.૧૪ જુલાઈના રોજ પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીય (I.A.S)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

જોડિયાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ હસ્તે જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે પણ નાગરિકોને સરળતાથી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઉપરોક્ત ગામોએ બેંક દ્વારા જમીનની ખરીદી […]

Continue Reading

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ઇમારત ધરાશાયી થયા બાદ 23.50લાખની સરકારી સહાય, સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરની સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને 14.50 લાખની સહાય આપવામાં આવી છે . મુખ્યમંત્રીના રાહતફંડ માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મૃતક દીઠ 4 લાખ તેમજ પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ DBTના માધ્યમથી 50 હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના […]

Continue Reading

જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading

સર્કિટ હાઉસમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોક સંપર્ક કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાઘવજી પટેલે લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા […]

Continue Reading