જામનગરમાં વાવાઝોડા પહેલા 17 સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત રસોડા શરૂ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે તંત્ર દ્વારા જિલ્લાના દરિયાકાંઠે રહેતા 10 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલ નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી તંત્ર સાથે ખભે-ખભો મિલાવી જામનગરની અનેક […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે NDRFની 2 ટીમ તૈનાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંભવિત વાવાઝોડા બિપોરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે સરકાર તરફથી જામનગર જિલ્લાને એનડીઆરએફની બે ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટીમ જોડિયા ખાતે અને બીજી ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બેડ ખાતે તૈનાત છે. ચક્રવાતમાં કોઈ જાનહાની […]

Continue Reading

બિપરજોય’ વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત રાખવામાં આવ્યું છે. જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારી, જામનગર ગ્રુપ ઓફ […]

Continue Reading

જામનગરના કન્ટ્રોલરૂમમાં હેમ રેડીયો સાથે ટીમ મોકલાઈ, આપત્તિ સમયે આવી રીતે થઈ શકે સંદેશા વ્યવહાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડા પૂર્વે જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકામાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે […]

Continue Reading

જામનગરમાં મહાનગરપાલિકા અને વિઝન ક્લબના ઉપક્રમે વિશ્વ યોગ દિને મહિલાઓ માટે વોકેથોન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આગામી 21,જૂન,2023 ના રોજ જામનગર શહેરમાં વસવાટ કરતી તમામ મહિલાઓ માટે ઓપન જામનગર વોકેથોનનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સહિયારા પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 21,જૂન,2023ના મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે અને આધુનિક […]

Continue Reading

રિલાયન્સ ફાઉન્ડેશનના ‘પ્લાન્ટ4લાઇફ અભિયાન, જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ  

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી આવતીકાલ માટે ઝુંબેશ અંતર્ગત ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર ખાતેની રિલાયન્સ રિફાઈનરી દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના […]

Continue Reading

રોશનીનો જીવનદીપ બૂઝાયો, 20 કલાકે બોરવેલમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના તમાચણ ગામમાં ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી બોર મા 20 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ હતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ […]

Continue Reading

જામનગરમાં તંત્રનું ગુપ્ત ઓપરેશન, સજૂબા સ્કૂલમાં દરગાહ પર રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યુ બુલડોઝર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દ્વારકાથી શરૂ થયેલ કાર્યવાહી વિવિધ શહેરો બાદ જામનગરમાં પણ થઈ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતની સજુબા સ્કૂલમાં કેટલાક સમયથી દરગાહ હતી જેને લઈને અનેક વખત આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થામાં આવેલ આ દરગાહને લઈને […]

Continue Reading

જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી, IFA ટેબ્લેટ વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર વિશ્વમાં ૨૮મે ના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જીલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી હતી. માસિક સ્ત્રાવ દરમિયાન ખાસ કરીને ઘરના લોકોથી દુર રહેવું , રસોડામાં ન જવું જોઈએ વગેરે ગેરજેવી માન્યતાઓ દુર […]

Continue Reading