જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં SP સહિત 300 લોકોને યોગ પ્રોટોકોલની તાલીમ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.21જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ હોય જેની ઉજવણીના ભાગ રૂપે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડીસ્ટ્રિક કો ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર્સ મીનાબેન, દિપ્તીબેન અને હિતેશભાઈ ગોહિલ દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા […]

Continue Reading

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 60 થી વધુ શિક્ષક-આચાર્યોના ચેરમેને આ મુદ્દે ખુલાસા માંગ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને આચાર્યોને મન કી બાત કાર્યક્રમ તેમજ સરકારી કાર્યક્રમોમાં નહીં જોડાતા ખુલાસા પૂછ્યા છે. ત્યારે આ મુદ્દે વિવાદ ઊભો થયો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો અને […]

Continue Reading

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, ખેડૂતોના આ મુદ્દે ઝડપી કામગીરી માટે સૂચના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી […]

Continue Reading

જામનગર 181 અભયમની ટીમના કાઉન્સિલિંગ બાદ ઘર છોડીને ચાલી ગયેલ યુવતીનું પરિવાર સાથે પુનઃમિલન થયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગત તા.5 મે 2023ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, એક જગ્યા પર કોઈ યુવતી બે કલાકથી બેઠી હોય અને પૂછપરછ કરતાં કોઈ જવાબ આપતી નથી. તેથી 181ની ટીમ રૂબરૂ સ્થળ પર પહોંચી અને યુવતી સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. 181 […]

Continue Reading

જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી સૂચનો કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રજાની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની […]

Continue Reading

જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદને ઉજાગર કરતી ધ કેરેલા સ્ટોરી ફિલ્મ હિન્દુ યુવતીઓને વિનામુલ્યે દેખાડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે જામનગર માં “હિન્દુ સેના” દ્વારા “લવ જેહાદ” માટે જંગ છેડી છે એ અનુસંધાને જામનગર ની આયોનેક્સ સિનેમા માં હિન્દુ સમાજ ની હિન્દુ બહેનો દિકરીઓને ફ્રી માં “ ધ કેરેલા સ્ટોરી “ હિન્દી ફિલ્મ દેખાડવા માં આવી હતું. આ ફિલ્મ જોવા માટે જાણીતા કાજલબેન હિન્દુસ્થાની, મેયર બિનાબેન કોઠારી, RSS […]

Continue Reading

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આમરા ગામે રહેતા બાળકને જન્મથી જ બહેરાશ હોવાથી સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરની જીજી હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે બાળકની સર્જરી અને સારવાર કરવામાં આવતા બાળક હવે સાંભળવા લાગ્યું છે. જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા રણછોડભાઈ મઘોડીયાનો પુત્ર વ્રજ જેમ મોટો […]

Continue Reading

જામનગર કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ હતી. મોટર વાહન અને અન્ય વાહનો દ્વારા થતા માર્ગ અકસ્માતો નિવારવા માટે ક્યા- ક્યા પ્રકારના પગલાં લઈ શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. , સોશિયલ મીડિયા અને રેડિયો જેવા માધ્યમો દ્વારા ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં, દેશભરમાં આ કાર્યક્રમનો 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના અન્વયે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વિધાર્થીઓએ […]

Continue Reading