જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ […]

Continue Reading

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 06.30 થી 07.45 દરમિયાન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યોગ દિવસની ઊજવણીમાં દિવ્યાંગ બાળકોએ યોગાભ્યાસ કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૧૫૦ કરતાં વધુ બાળકો – વાલીઓએ ઉપયોગી આસનો – પ્રાણાયામની તાલીમ લીધી છે. ઓમ ટ્રેનીંગ સેન્ટરના સહયોગથી જામનગરમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં […]

Continue Reading

જામનગર બન્યું યોગમય, કૃષિમંત્રી રાઘવજી પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ માં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે કૃષિ મંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે […]

Continue Reading

દ્વારકાના અમેઝિંગ ફન વર્લ્ડને ગુજરાતના બેસ્ટ થીમ પાર્કનો એવોર્ડ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકા નજીક નાગેશ્વર રોડ પર આવેલ અમેઝિંગ ફન વર્લ્ડને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ થીમ પાર્ક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલારના દ્વારકામાં આવેલ અમેઝિંગ ફન વર્લ્ડ 2021થી લોકોને મનોરંજન સાથે ધાર્મિક વાતાવરણ આપવામાં આવી રહ્યું છે. જ્યાં અનેક સેહલાણીઓ વેકેશન ગાળવા તેમજ રજાઓની મજા માણવા આવી રહ્યા […]

Continue Reading

હ્રદય રોગના કારણે અવસાન પામેલ હોમગાર્ડ જવાનના વારસદારને રૂ.1.55 લાખની સહાય ચુકવાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાનાં સિક્કા યુનિટના હોમગાર્ડઝ સભ્ય હસમુખભાઇ ભગવાનજીભાઈ જાદવનું હ્રદય રોગના હુમલાને કારણે અવસાન થતા જિલ્લા કચેરીનાં વહીવટી સ્ટાફ અને સિક્કા યુનિટના ઓફિસર કમાન્ડિંગ મારફત તેમનાં પત્ની તેજલબેન હસમુખભાઇ જાદવે હોમગાર્ડઝ કલ્યાણ નિધીમાંથી અવસાન સહાય મેળવવા દરખાસ્ત કરેલ. જે ધ્યાને લઈ વડી કચેરીની કમિટી દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામાં […]

Continue Reading

જામનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા જીતની હેટ્રિક: કોંગ્રેસના ઉમેદવારનો પરાજય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧ર-જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ સતત ત્રીજી વખત જંગી સરસાઈ થી વિજેતા થયા છે. અને જીત ની હેટ્રિક લગાવી છે.તેઓ નો આશરે ૨,૩૮૦૦૮ મત ની જંગી લીડથી વિજય થયો […]

Continue Reading

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી ખાવડીમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અને ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે વ્યસન મુક્તિ ઝુંબેશ અને ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયું હતું. તા. 31 મે, 2024ના દિવસે વિશ્વભરમાં યોજાતા તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોટી ખાવડી સમાજવાડી ખાતે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો કુલ 108 […]

Continue Reading

રાજકોટ આગકાંડ બાદ અમિત ચાવડાએ કહ્યું કે, કમલમમાં પહોંચાડવા પડતા કમિશનને કારણે આવા કાંડ થાય છે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : રાજકોટ ખાતે બનેલી ગેમઝોન આગકાંડ બાદ પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોજારા બનાવમાં ૩૦ કરતા વધારે માસુમ બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી દુર્ઘટનાનું જાતનિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના […]

Continue Reading