ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા SM,VSM આવી પહોંચ્યા હતા અને આગામી ભારતીય સેનામાં ખાસ અગ્નિવર તરીકે સિલેક્ટ થયેલા એનસીસી કેડેટ્સોને મળી બિરદાવ્યા હતા.
જામનગર ખાતે અગ્નિવિર તરીકે પસંદગી પામેલા સૌરાષ્ટ્ર કચ્છના 42 કેડેટ્સોને ભારતની સૈન્ય પાંખ આર્મી અને નેવી માં જોડાઈ દેશની સેવા કરવાની તક મળી છે તેને સુપેર એનીભાવવા આહવાન કર્યું હતું. અને આવનારી પેઢીને પણ અગ્નિવીર તરીકે જોડાઈ સેનામાં પોતાનું દેશ પ્રત્યેનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આ તકે NCC નાએડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા સાથે જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશી, 27 ગુજરાત બટાલિયન NCC નાકમાન્ડિંગ ઓફિસર લેફ્ટર્નન કર્નલ શોભા નાયર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અગ્નિવીર તરીકે પસંદગી પામેલા નવ લોહિયા જવાનોને શુભેચ્છા પાઠવી હતી.
