ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના દરેડ GIDC ફેસ ટુ માં આવેલ રાજહંસ ઈમ્પેક્સ પ્રાઇવેટ નામના બ્રાસ ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ આગજનની ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમા આવેલા પ્લોટ નં. 8માં આવેલા રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે પ્રખ્યાત બ્રાસપાર્ટના મોટા એકમમાં સાંજના સમયે અચાનક જ બ્લાસ્ટ ની ઘટના બની હતી. આ બ્લાસ્ટ બોઇલર અને ભઠ્ઠી વચ્ચે બ્લાસ્ટ થતા જ કામ કરી રહેલા બે મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 અને પંચકોષી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક 30 વર્ષીય શુભલાયક અને 26 વર્ષિય હુકમસિંહ નામના બંને પરપ્રાંતીય મજૂરોને જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
