મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં આવેલી ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓ એ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગાયાત્રા યોજી હતી જેમાં ઉત્સાહ વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સહપરિવાર સાથે દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. ઉપરાષ્ટ્રપતિ એ ધર્મપત્ની મતી ઉષાબહેન સાથે સહપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન  સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરમાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લઇને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જામનગરનાં ટાઉનહોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રીજેશભાઈ મેરજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કુલ ૩૫૨ જૂથોને […]

Continue Reading

જામનગરના દડીયામાં ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું મંત્રીઓના હસ્તે લોકર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી  બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, […]

Continue Reading

જામજોધપુરમાં ડ્રોન ટેકનોલોજીથી ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં […]

Continue Reading

જામનગરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન માં ચાલતી અખંડ રામધૂનનો 59માં વર્ષે મંગલ પ્રવેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ની રામધૂન નો 59 વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જામનગરના લાખોટા તળાવ નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે શરૂ કરાયેલ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન 1, ઓગસ્ટ, 1964થી અવિરત ચાલી રહી છે. શિયાળા, ઉનાળા અને […]

Continue Reading

જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોના મૃતદેહના ખુલ્લામાં ઢગલા કરી દેવાતા કોંગ્રેસ આક્રમક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ચોકડી પાસે ગૌવંશના મૃતદેહો લંપી રોગના કારણે મૃત્યુ પામ્યા બાદ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના દ્રશ્યો કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા મુલાકાત લઇ રજૂ કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક લંપી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહો ના ખડકલા દર્શાવી તંત્ર સામે […]

Continue Reading

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ભૂગર્ભ જળ સંરક્ષણ” અંગે જાગૃતિ કાર્યક્રમ , હાલારના ખેડૂતોએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ […]

Continue Reading

ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચેક વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લોઠીયા તથા સચાણા ગામે કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓનો ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરી જામનગર તાલુકાના ખેડૂતોને વિનામૂલ્ય આકસ્મિક […]

Continue Reading