જામનગરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જામનગરનાં ટાઉનહોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રીજેશભાઈ મેરજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કુલ ૩૫૨ જૂથોને […]

Continue Reading

જામનગરના દડીયામાં ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું મંત્રીઓના હસ્તે લોકર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી  બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, […]

Continue Reading

જામજોધપુરમાં ડ્રોન ટેકનોલોજીથી ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં […]

Continue Reading

જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોના મૃતદેહના ખુલ્લામાં ઢગલા કરી દેવાતા કોંગ્રેસ આક્રમક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ચોકડી પાસે ગૌવંશના મૃતદેહો લંપી રોગના કારણે મૃત્યુ પામ્યા બાદ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના દ્રશ્યો કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા મુલાકાત લઇ રજૂ કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક લંપી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહો ના ખડકલા દર્શાવી તંત્ર સામે […]

Continue Reading

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ભૂગર્ભ જળ સંરક્ષણ” અંગે જાગૃતિ કાર્યક્રમ , હાલારના ખેડૂતોએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ […]

Continue Reading

ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચેક વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લોઠીયા તથા સચાણા ગામે કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓનો ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરી જામનગર તાલુકાના ખેડૂતોને વિનામૂલ્ય આકસ્મિક […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 50હજાર રસીના ડોઝ ખરીદાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીના સુપરવીઝનમાં સંલગ્ન અધિકારીઓની ટીમ ત્રણ દિવસમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રૂબરૂ જઇને પશુની સારવાર કરશે. અને રસીકરણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા 3માસથી ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને […]

Continue Reading

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં 2 થી 13 ઓગસ્ટ સુધી શેરી નાટકોનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર  તિરંગા કાર્યક્રમ અન્વયે  તા.1/8/2022 થી તા. 15/8/ 2022 સુધી સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય જેના ભાગરૂપે કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના મુજબ તા.2 થી 13 સુધી જામનગરના અલગ-અલગ જાહેર વિસ્તારોમાં શેરી નાટક નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા વેકસીનેશન અભિયાન તેજ, 4 દિવસમાં 100%વેક્સિન માટે એક્શન પ્લાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા આજથી 4 દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવાય તે માટે જામનગરની ગૌશાળાઓની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજી પટેલે આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની […]

Continue Reading