જામનગર શહેર ભાજપની નવી ટીમ જાહેર, નવા ચહેરાને સ્થાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

૮ ઉપપ્રમુખો, ૮ મંત્રીઓ, ૩ મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખોની નિમણૂક

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા સંગઠનના ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ તેમજ યુવા, કિસાન, મહિલા, અનુસૂચિત જાતિ, ઓબીસી, લઘુમતી જેવા તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

નવનિયુક્ત હોદ્દેદારોની યાદી:

ઉપપ્રમુખ: વસંતભાઈ ગોરી, નિશાંતભાઈ અગારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડીયા, હેમલભાઈ ચોટાઈ, સંજયભાઈ મુંગરા, રીટાબેન ઝોંટગીયા અને વિજયભાઈ પરમાર.

મહામંત્રી: વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગેશ જગદીશચંદ્ર દવે અને ભાવેશ વિઠ્ઠલભાઈ ડુમ્મર.

મંત્રી: રાજપાલભાઈ ગઢવી, નિતાબેન પરમાર અને લાખાભાઈ પીંડોરીયા, રાજેશ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતીબેન પારેખ, ધારાબેન જેઠવા, યતીન પંડ્યા.

કોષાધ્યક્ષ: ચંદ્રવદન ત્રિવેદી.

કાર્યાલય મંત્રી: દિલીપભાઈ જોઈશર.

આઈટી ઈન્ચાર્જ: ગુંજ કારીયા.

સોશિયલ મીડિયા ઈન્ચાર્જ: ધવલ નાખવા.

મીડિયા ઈન્ચાર્જ: ભાર્ગવ ઠાકર.

યુવા મોરચા પ્રમુખ: સહદેવ ડાભી.

મહિલા મોરચા પ્રમુખ: દક્ષાબેન અગ્રાવત.

કિસાન મોરચા પ્રમુખ: હસમુખ પેઢડીયા.

ઓબીસી મોરચા પ્રમુખ: મયુર સિંઘવ.

અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ: દીપકભાઈ શ્રીમાળી.

લઘુમતી મોરચા પ્રમુખ: ઉમરભાઈ બ્લોચ.

આ નિમણૂક ને સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કાગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમ કકનાણી સહિત પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, સમર્થકો, કાર્યકર્તાઓએ આવકારી છે.