જામનગરનો બીજો ડેમ ઓવરફ્લો, ઊંડ-4 ડેમનો આહલાદક નઝારો સામે આવ્યો…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

જામનગરના કાલાવડ પંથકના આવેલો ઊંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી પડી રહેલા વરસાદને પગલે ઉપરથી પણ ભારે જળ સપાટી ડેમ સુધી પહોંચતા ડેમમાં નવા નિર આવ્યા છે અને સમગ્ર ડેમ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ડેમથી નીચે પાણી જઈ રહ્યું છે જેનો આહલાદક નજારો જોઈ શકાય છે. જામનગર જિલ્લાના કાલાવડ પંથક નો બીજો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *