જામનગરના ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ, પિતા-પુત્ર પર છરી વડે આ કારણોસર થયો હુમલો…

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગરના ફલ્લામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે પિતા પુત્ર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગ્રામીણ બેંક પાસે નાસભાગ મચી ગઈ હતી.

જામનગર રાજકોટ રોડ ઉપર આવેલા ફલ્લા ગામે ધવલ શાંતિલાલ પટેલ નામના યુવકે છરી વડે હુમલો કર્યો હતો. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધવલ ફરજ બજાવતો હતો અને તેની સાથે ફરજ બજાવતા મહિલા કર્મચારીની છેડતી કરવાના મુદ્દે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં બેંકના મહિલા કર્મીના સસરા ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટિયાની ધવલ પટેલે છરીના ઘા જીકતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. તો આ ઘટનામાં ગોવિંદભાઈ ના પુત્ર અને મહિલા કર્મીના પતિ મિલનને પણ શરીર પર ઘા જીકતા ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

જો કે, આ હત્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ માટે ઇજાગ્રસ્ત અને જોનારા લોકોની પૂછપરછ કરી રહી છે. અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર પણ આપવામાં આવી રહી છે.

ફલ્લા ગામમાં ગ્રામીણ બેંક પાસે થયેલી હત્યા બાદ મૃતદેહને પણ જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.