જામનગરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજકોટ રેન્જ કક્ષાની ક્રાઈમ કોંફરન્સ

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જામનગર ખાતે રોકાણ બાદ આજે એસપી કચેરી ખાતે એક જનરલ ક્રાઈમ કોનફરન્સ રાખવામાં આવી હતી.

રાજ્ય ડીજીપીનું જામનગર ખાતે આવેલ એસપી કચેરીએ આગમન થતા પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેંમનું સ્વાગત કરાયું હતું. એસપી કચેરી ખાતે ત્યાર બાદ તેઓની અધ્યક્ષતા હેઠડ એક જનરલ ક્રાઈમ બેઠક યોજી હતી જેમાં પોલીસના કાર્ય, અપરાધ ઉપર અંકુશ, સાયબર ક્રાઈમ તેમજ અનેક વિવિધ ગુનાહિત પ્રવૃત્તિને લઈ સજાગતા અને તે ડામવા માટે પગલાં લેવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠક બાદ રાજ્ય ડીજીપી દ્વારા જામનગર એસપી ઓફીસ ખાતે પત્રકારો માટે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ દ્વારા આજની યોજાયેલ બેઠકમાં થયેલ ચર્ચા અંગે માહિતી પત્રકારો સમક્ષ રજુ કરી હતી.

આ ક્રાઈમ બેઠકમાં રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર , જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું , સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશ દુધાત , મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી , રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા દેવભૂમિ દ્વારકા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.