દિવાળીએ ફટાકડા લેવા નીકળેલ મામા-ભાણેજને નશાની હાલતમાં કાર ચાલકે હડફેટે લીધા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

દિવાળીના દિવસે જ ભર બપોરે જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. એક વાગ્યા આસપાસ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા વાસા વીરા પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે આવેલી GJ-10-BG-1763 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે રસ્તા ઉપર કાળો કેર વર્તાવ્યો હતો.

નશામાં ધૂત એવા કારચાલકે ફટાકડા લેવા જઈ રહેલા પરિવારના ત્રણ લોકોને નવી નક્કોર સ્કવોડા કારમાં બેસતા હતા ત્યારે જ જે GJ-10-DN-7564 નંબરની સ્કવોડા કારણે હડફેટે લેતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

દિવાળીના દિવસે જ નવી નકોર કાર લઇ નીકળી રહેલા અજયભાઈ પંડ્યાને અકસ્માતમાં છાતીના ભાગે પાંસડીમાં ફેક્ચર થઈ ગયું છે. આ ઉપરાંત ફટાકડા લેવા તેની સાથે નીકળેલા ભાણેજ સોહમ ઠાકરને પણ હાથમાં ઇજાઓ પહોંચી હતી.