રિલાયન્સમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનનો ડ્રોન નજારો આવ્યો સામે…

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના રિલાયન્સ ખાતે અંબાણી પરિવારના મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા બચ્ચનની પ્રી-વેડિંગની શરૂ થઈ છે તેના પ્રથમ દિવસે જ દેશ અને વિદેશમાંથી ખ્યાતનામ કલાકારો આવી પહોંચ્યા છે. અને રિલાયન્સ ગ્રીન્સમાં ખાસ ઉભા કરાયેલ સ્ટેજમાં વિવિધ પર્ફોમન્સ પણ આપવામાં આવ્યા હતા.

જામનગરના રિલાયન્સ ગ્રિન્સમાં આયોજિત પ્રી વેડિંગ સમારોહ દરમિયાન રિહાના એ પર્ફોમન્સ પણ આપ્યું હતું. આ તકલીફ મુકેશ અંબાણીએ અતિથિ દેવો ભવ કહી ઉપસ્થિત તમામ મોંઘેરા મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું. મોડી રાત્રી સુધી મહેમાનોએ ભારતીય સંસ્કૃતિ અને ધરોહર ને ઉજાગર કરતી કૃતિઓ નિહાળી હતી.

દેશના ધનાડય અને ખ્યાતિ પ્રાપ્ત વેપારી અગ્રણી મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી કે જે પ્રાણી પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવે છે અને પ્રાણીઓ માટે સેવાલય પણ ચલાવી રહ્યા છે. આ સેવાયજ્ઞથી દેશ-વિદેશ માંથી આવેલા સૌ કોઈને આવગત પણ કરવામાં આવનાર છે.