જામનગરના રિલાયન્સમાં અંબાણી પરિવારનો પ્રી વેડિંગ નો મોંઘેરો જશ્ન, દેશ વિદેશમાંથી હસ્તીઓ આવી પહોંચી…

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં રિલાયન્સ ના સીએમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની પ્રી વેડિંગ સેરેમનીની વિશેષ ઉજવણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે આજથી શરૂ થવા જઈ રહી છે.

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી ઇન્ટરનેશનલ કક્ષાની યોજાઈ રહી છે. જેમાં દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ અહીં પહોંચી ગયા છે.

આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતના કલાકારો અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિતના ઘણા સ્ટાર્સ જામનગરમાં આવી ઉપસ્થિત રહેશે. હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના દિગ્દર્શક એટલે તેની પત્ની પ્રિયા એટલી સાથે જામનગર પહોંચી ગયા છે. દરમિયાન રાની મુખર્જી આ ત્રી દિવસીય હાઇ-પ્રોફાઇલ સેલિબ્રેશન માટે આવી પહોંચી છે.