એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં આવેલ 14 માનવ અવશેષોના અગ્નિ સંસ્કાર કરાયા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે આવેલ દેહદાન થયેલા 14 માનવદેહોના અવશેષોને તબીબી અભ્યાસ બાદ જામનગર આદર્શ સ્મશાન ખાતે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જ્યાં આર્ય સમાજ દ્વારા વેદોક્ત વિધિથી એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ પટેલ ઉપરાંત તબીબો કાર્તિક સ્વાદિયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતીન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણ કુમાર, નારૂ દામોર, વિજય કણજારીયા, અંકિત અધ્વર્યુ, મોનિકા અધ્વર્યુ, ધવલ તલસાણીયા ઊપરાંત આર્ય સમાજના મંત્રી ધવલભાઈ બરછા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર, ખજાનચી અમર ગોંદીયા સહિતના અગ્રણીઓ અને ડોકટરોની ટીમ જોડાઈ હતી.