બહુમુખી પ્રતિભાના ધણી અને રિલાયન્સ ગ્રુપના યુવા અગ્રણી ધનરાજ નથવાણીનો જન્મદિવસ: કોર્પોરેટ ગવર્નન્સથી લઈ રમતજગત સુધીની યશસ્વી સફર

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

ભારતના કોર્પોરેટ જગતમાં જેનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા ફોર્ચ્યુન-500 કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એનર્જી, રિટેલ, અને ડિજિટલ ક્રાંતિના માધ્યમથી કરોડો ભારતીયોના જીવનને સ્પર્શતા રિલાયન્સ ગૃપના મહત્વના સ્તંભ તરીકે તેઓ કાર્યરત છે.

કોર્પોરેટ વિઝનરી: ₹10 લાખ કરોડથી વધુના ટર્નઓવરનું નેતૃત્વ

ધનરાજ નથવાણીના કુશળ માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 10,71,174 કરોડનું ટર્નઓવર અને રૂ. 81,309 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. તેઓ રિલાયન્સ કોર્પોરેટ IT પાર્ક લિમિટેડ (RCITPL)ના ડાયરેક્ટર તરીકે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા પ્રોસેસિંગ અને રિયલ એસ્ટેટ સંચાલન જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

તેમનું કાર્યક્ષેત્ર માત્ર ઓફિસ સુધી સીમિત નથી, તેઓ જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન સહિત સમગ્ર ગુજરાતમાં ‘રિલાયન્સ જિયો’ના બિઝનેસનું સુકાન સંભાળે છે. ફાઈનાન્સ, HR, IT અને CSR પ્રવૃત્તિઓમાં તેમનું ઝીણવટભર્યું આયોજન કંપનીને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: એક ભવ્ય સ્વપ્નનો સારથી…

રમતગમત ક્ષેત્રે ધનરાજ નથવાણીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) ના પ્રમુખ તરીકે તેમણે શ્રી અમિત શાહજીના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે. આજે અમદાવાદનું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ એ તેમની મહેનત અને દૂરોગામી વિચારધારાનું જીવંત પ્રતીક છે.

ધર્મ, સંસ્કાર અને સામાજિક જવાબદારીનો સમન્વય

તેઓ માત્ર ઉદ્યોગપતિ નથી, પરંતુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ તેટલા જ સક્રિય છે. ધનરાજ નથવાણી

• ઉપ-પ્રમુખ, દ્વારકાધીશ ટેમ્પલ એડમિનિસ્ટ્રેટિવ કમિટી, દ્વારકા

• પ્રમુખ, જામનગર જિલ્લા ફૂટબોલ એસોસિયેશન

• સભ્ય, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ

• સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડ

• સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી

• બોર્ડ મેમ્બર્સ અને ટ્રસ્ટી, ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI)

• ઉપ-પ્રમુખ, યુનાઈટેડ નેશન્સ એસોસિયેશન, ગુજરાત

• સભ્ય, ગવર્નિંગ બોર્ડ ઓફ GLS યુનિવર્સિટી, અમદાવાદ

• સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન

• ઉપ-પ્રમુખ, સુદામા સેતુ સેવા સોસાયટી, દ્વારકા

• સભ્ય, હાઈ પાવર કમિટી ઓફ જીઓજી, ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશનલ કોલેજી ઓર ઈન્સ્ટિટ્યૂશન્સ (પ્રોસિજર ફોર ડિક્લેરેશન ઓફ રેન્ટર ઓફ એક્સેલન્સ).

• સભ્ય, કારોબારી સમિતિ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી

• સભ્ય, ગવર્નિંગ કાઉન્સિલ ઓફ જયસુખલાલ વાઢેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ.

• ટ્રસ્ટી, શ્રી શારદાપીઠ વિદ્યાસભા, દ્વારકા

ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ

લંડનની રિજન્ટ્સ બિઝનેસ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કર્યા બાદ, તેમણે કોર્પોરેટ લૉ અને પબ્લિક રિલેશન્સ મેનેજમેન્ટમાં MBA પૂર્ણ કર્યું છે. આ ઉચ્ચ શિક્ષણ અને તેમની કાર્યશૈલીનો સંગમ રિલાયન્સને ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોરી જવામાં મદદરૂપ થઈ રહ્યો છે.

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક પરિવાર તરફથી કર્મઠ, મૃદુભાષી અને દૂરંદેશી વ્યક્તિત્વ ધરાવતા ધનરાજભાઈ નથવાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ અર્પે અને તેઓ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સતત અગ્રેસર રહે તેવી અભ્યર્થના.