જામનગરમાં SLD એસોસિએશન દ્વારા સાઉન્ડનો લાઈવ ડેમો યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સાઉન્ડ લાઇટ ડીજે એસોસિએશન (SLD) દ્વારા લાઈવ ડેમો અને સૌરાષ્ટ્ર ગુજરાતના લાઈટ સાઉન્ડ અને ડીજે સાથે સંકળાયેલા લોકો માટે વિનામૂલ્ય લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રવિવારે સિંધુ જ્યોત પાર્ટી પ્લોટ ખાતે જામનગરના સાઉન્ડ લાઈટ અને ડીજે સાથે સંકળાયેલા વ્યવસાયિક લોકોના એસોસિયેશન SLD દ્વારા માઈક અને સાઉન્ડની પાંચથી છ નામાંકિત કંપનીઓના સાઉન્ડ, માઈક સહિતની સિસ્ટમના લાઈવ ડેમો નું આયોજન કરાયું હતું.

આ લાઈવ ડેમો કાર્યક્રમ દરમિયાન SLD ના પ્રમુખ કાનો નેગાંધી, બ્રિજેશભાઈ દુધૈયા (સેક્રેટરી), સંજયભાઈ પરમાર, પરેશભાઈ વારા ,જીતુભા જીતેન્દ્રસિંહ જાડેજા (હાઈ ટેક ઓડિયો), યોગેશભાઈ દોશી, મિતેશભાઇ પુંજાણી સહિત 200 થી વધુ લોકોએ લાભ મેળવ્યો હતો.