વિભાપર શિશુ મંદિર ખાતે વિદ્યા ભારતીના નાગાલેન્ડ પ્રાંત સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં વાલી સંમેલન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રીસરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ના સંયુકત ઉપક્રમે વાલી સંમેલન યોજાયું હતું. આ વાલી સંમેલન દરમ્યાન વિદ્યા ભારતી ના નાગાલેન્ડ સંગઠન મંત્રી તરીકે કાર્યરત પંકજ સિંહા દ્વારા ઉપસ્થિત રહી નાગાલેન્ડની અગાઉની અને હાલની પરિસ્થિતિ અંગે છણાવટ કરી ગુજરાતમાં લોકોને વાકેફ કરવામાં આવી રહ્યા છે.

જામનગરના વિભાપર ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય ખાતેના વાલી સંમેલન દરમ્યાન નાગાલેન્ડ પ્રાંતના વિદ્યા ભારતી ના સંગઠન મંત્રી પંકજ સિંહા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને 40 વર્ષના શિક્ષણના અનુભવો, નાગાલેન્ડ પ્રાંતની વર્તમાન સ્થિતિ અને તેની વચ્ચે વિદ્યા ભારતીના કાર્ય સંદર્ભે માહિતગાર કર્યા હતા. તથા તેમને ગુજરાત ના લોકો ને નાગાલેન્ડ પ્રાંત આવવા અને તેમની શિક્ષણ વ્યવસ્થાથી પરિચિત થવા માટે આવાહન કર્યું.

આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો, સંઘ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તેમજ ગ્રાહક પંચાયત ના કાર્યકર્તા તથા ગ્રામજનો પત્રકારો જોડાયા હતા. તેમ વિદ્યાલય ના પ્રચાર પ્રમુખ હેમાંશુભાઈ પરમારની યાદીમાં જણાવ્યું છે.