જામનગરમાં પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ યોજાયું : કલેક્ટર સહિતના અધિકારીઓએ સલામી ઝીલી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

જે પરેડનું જવાનો દ્વારા રીહર્સલ યોજાતા જિલ્લા કલેક્ટર બી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિતના અધિકારીઓએ આ પરેડ નિહાળી હતી તેમજ જિલ્લા કલેકટરે આ તકે પરેડની સલામી ઝીલી હતી.