ઠેબા બાયપાસ નજીક ત્રીપલ અકસ્માત, એસટી બસ હડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ઠેબા બાયપાસ નજીક સોમવારે સમી સાંજે ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં નવી નક્કોર એસટી બસ, tvs ટુ વ્હીલર અને ટ્રકનો ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે .

જામનગરના ઠેબા બાયપાસ થી લાલપુર બાયપાસ તરફ જતા રસ્તે પદયાત્રીઓના કેમ્પ નજીક જ એસટી બસ અને tvs ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એકાએક સર્જાયેલા આ અકસ્માતને લઈને પાછળથી આવેલા ટ્રકે પણ બ્રેક મારતા ડિવાઇડર પર ચડી ગયેલ હતો. આ સમગ્ર અકસ્માત દરમિયાન ધુવાવથી દરેડ જીઆઇડીસી તરફ આવી રહેલા tvs ચાલક અશોકભાઈ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મૃત્યુ નીપજતા 108 મારફતે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.

આ સમગ્ર ઘટના અંગે પંચકોષી બી ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અજય મીના પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા અને તાત્કાલિક વૃદ્ધ દેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

– તસવીર : મનસુખ રામોલિયા