જામનગરમાં સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્રમાં આવકાર સાથે પ્રચંડ જનસમર્થન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવી હતી. જેમાં સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી.

આ તબ્બકે પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્ર સરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓ ની ચર્ચા કરેલ, તથા ફરી એકવાર જંગી બહુમતી થી ચૂંટવા હાકલ કરેલ. તેઓ એ ભારત દેશ ની તથા ૧૨ લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા હાકલ કરી હતી.

આ તકે ૧૨ લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.