જામનગરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા ATSના દરિયાઈ વિસ્તારમાં ધામા

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને લઈને આવી રહ્યા છે ત્યારે જ ATS ના ધામા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ પોરબંદર દરિયાઈ વિસ્તારમાંથી બે વખત ડ્રગનો જથ્થો ઝડપાયા બાદ બેડી બંદર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.

પોરબંદર દરિયાઈ સીમા માં તાજેતરમાં જ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સતત સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચૂંટણી પહેલા જ કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ક્યારે છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં પણ એટીએસના અધિકારીઓએ ધામા નાખ્યા છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના ચૂંટણી પ્રવાસે છે ત્યારે સભા સંબોધન કરે તે પહેલા જ ATS ની ટીમ જામનગરના વિવિધ વિસ્તારોમાંથી ફરી પ્રતિ સંવેદનશીલ મનાતા જામનગરના બેડી બંદર ખાતે પહોંચી હતી. અને ત્યાં સઘન ચેકિંગ પણ હાથ ધર્યું હતું. જેને લઈને ભારે ચર્ચા જાગી છે.