રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ધ્રોલ :

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર અને સાંસદે ક્ષત્રિય આગેવાનો સાથે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી.

જામનગર જિલ્લામાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજ આગ બબુલો છે ત્યારે આ આગની ચિનગારીના છાંટા જામનગર પણ ઉડી રહ્યા છે. ત્યારે ધ્રોલના વાગુદળ ગામે રાજભા સતુભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે મોડીરાત્રે બેઠક મળી હતી. જામનગરના સાંસદ અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જામનગર સંકલન સમિતિનાં પ્રમુખ ગોવુભા જાડેજા (ડાડા) પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજ ના 150 જેટલા આગેવાનો સાથેની બેઠક માં જોવા મળ્યા હતા.

ધ્રોલ તાલુકાના સરપંચ એસો. પ્રમુખ સહિત 10 ગામોના સરપંચો – પૂર્વ સરપંચોએ ભાજપ સામે રોષ પણ કોંગ્રેસને નહિ આપે મત તેવી સહમતી પણ આપી હતી. અને આ બેઠક બાદ મીડિયા સમક્ષ પૂનમબેન માડમ તેમજ રાજભા જાડેજા દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી.