જામનગરના આવાસમાં વેસ્ટ બંગાળથી રૂપલલનાઓ લાવી, ગ્રાહકો શરીર સુખ માણવાની તૈયારીમાં હતા, ત્યાં જ એલસીબી ત્રાટકી, મહિલા સહિત ત્રણ ઝડપાયા…

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં અંધાશ્રમ આવાસમાં ચાલી રહેલા કુટણખાના પર એલસીબી એ દરોડો પાડતા અન્ય રાજ્યોમાંથી મહિલાઓ બોલાવી દેહે વિક્ર્યનો ધંધો થતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગુના શોધક શાખાની રેડ દરમિયાન પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત પણ કરી છે અને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના ખંભાળિયા હાઇવે ઉપર આવેલા અંધાશ્રમ નજીક ના સરકારી જુના આવાસમાં એલસીબી ને મળેલી પાંચમી ના આધારે અગાઉ જ્યાં કુટણખાનું ચાલતું હતું ત્યાં જ ફરી દેહ વિકર્યનો ધંધો શરૂ કરાયાનું સામે આવ્યું હતું.

આવાસમાં મહિલા સંચાલિત કુટણખાનામાં વેસ્ટ બંગાળથી બે યુવતીઓ લાવવામાં આવી હતી. જેની સાથે કઢંગી હાલતમાં બે યુવકો રંગરેલીયા મનાવતા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા જ રંગમાં ભંગ પડ્યો હતો.

એલસીબી ની રેડ દરમિયાન જામનગરના અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 45 ના રૂમ નંબર એકમાં વસવાટ કરતી નિતા વાળા અને શરીર સુખ માણવા આવેલા સલીમ મન્સૂરી અને નિખિલ જયદેવ નામના બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ રેડ દરમિયાન પોલીસને બે મોબાઈલ રોકડ અને કોન્ડમ મળી કુલ રૂપિયા 16,700ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.