ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને માનવીય અભિગમની વધુ એક ઝલક બનાસકાંઠામાં જોવા મળી છે. એક વર્ષ પહેલાં વીડિયો કોન્ફરન્સમાં મળેલી નાનકડી સામ્યાની વિનંતીને ભૂલવાને બદલે, મુખ્યમંત્રીએ રૂબરૂ શાળાએ જઈને દીકરીનું સપનું સાકાર કર્યું છે.
લાગણી અને વિશ્વાસનો સેતુ :
માસૂમ સવાલ, મક્કમ વચન: ગત વર્ષે ધોરણ-1 માં ભણતી સામ્યા પ્રજાપતિએ વીડિયો સંવાદમાં પૂછ્યું હતું, “દાદા, તમે ક્યારે આવશો?” મુખ્યમંત્રીએ સ્મિત સાથે વચન આપ્યું હતું કે તેઓ ચોક્કસ આવશે.
વચનનું પાલન: વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને સામ્યાને મળીને પોતાનું વચન પૂરું કર્યું.
હૃદયસ્પર્શી સંવાદ: સામ્યાએ મુખ્યમંત્રી સમક્ષ શ્લોક ગાન કર્યું. બાળકીની પ્રતિભા જોઈ મુખ્યમંત્રીએ તેને આશીર્વાદ આપતા કહ્યું, “તું ભણીને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે.”
સ્વપ્ન સાકાર: સામ્યાએ પણ અત્યંત ઉત્સાહ સાથે જણાવ્યું કે આજે તેનું અને તેની શાળાનું સપનું પૂરું થયું છે.
મુખ્યમંત્રીની સંવેદનશીલતાની પ્રતીતિ 
પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળા, બનાસકાંઠામા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદ્યાર્થિની સામ્યા પ્રજાપતિ સત્તા નહીં, પણ સેવક અને વડીલ જેવો સહજ ભાવ સાથે મળી સંવાદ કરવા પહોંચ્યા આ તકે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આ વ્યવહાર માત્ર એક મુલાકાત નથી, પણ રાજ્યના છેવાડાના બાળકના આત્મવિશ્વાસમાં કરેલો વધારો છે. એક દીકરીના કલેક્ટર બનવાના સપનાને આજે મુખ્યમંત્રીના આશીર્વાદનું બળ મળ્યું છે.
