સજુબા ગર્લ્સ હાઇસ્કુલમાં 76માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો,પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે ધ્વજવંદન કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરમાં આવેલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ગર્વથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આસ્થા ડાંગરે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એ દેશ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી જોઈએ. ભારતે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રાંત અધિકારીએ શાળા પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરી હતી અને શાળાની વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.

શાળાના આચાર્યા ડૉ. બીનાબેન દવેએ પ્રાંત અધિકારીઆસ્થાબેન ડાંગર અને મામલતદાર જાનવીબા જાડેજાની તાજેતરમાં બદલી થતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્યા એ આભારવિધિ કરી હતી. અને મહેમાનઓના શુભ હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.