જામનગરમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે “કૃષિ દિવસ”ની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જા તા.૨૫ અપ્રિલના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે તાલુકા કક્ષાના “કૃષિ દિવસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકાના ગામોમાંથી પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન મળી રહે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે બાજરા સંશોધન કેન્દ્ર, જામનગરના વૈજ્ઞાનિક દ્વારા માહિતી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય, જે અન્વયે જુદાં-જુદાં હલકા-જાડા ધાન્ય પાકોના વાવેતર, સ્વાસ્થ્ય પર થતાં ફાયદા વિષે પણ માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ખેતીવાડી તથા બાગાયત ખાતાની યોજનાકીય માહિતી તથા SBI, FLC જામનગર દ્વારા ખેડૂતોને બેન્કિંગ અને લોન-ધિરાણ વિષે પણ માહિતી આપવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી), આત્મા ગૃપ તથા ગ્રામ સેવક દ્વારા કરવામાં આવેલ હતું.