ગુજરાત ગૌરવ દિવસ પહેલા જામનગર ઝળહળ્યું, સરકારી કચેરીઓ રોશની થી સુશોભિત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે.

જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.

જામનગરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિતના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.