જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં 34 કૃતિમાં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા  સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા દેવરાજ દેપાળ શાળા ખાતે  વિજ્ઞાન ગણિત શહેર કક્ષા પ્રદર્શન યોજાયું હતું. મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT   ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત શહેર કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2022 નું યોજાયું હતું ,આ કાર્યક્રમમાં  શહેર મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને સ્માર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે .

જામનગરમાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના કુલ 68 બાળકોએ વિવિધ વિષયો પર 34 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં માહિતી અને પ્રત્યાયન, ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધિત ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નવીન્ય, વર્તમાન નવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને આપણા માટે ગણિત આ તમામ વિષય પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કુલ 34 કૃતિઓ રજૂ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા,  કમિશનર વિજયકુમાર ખરાડી, શિક્ષણ સમિતિના સભ્ય વિમલભાઈ સોનછાત્ર, રવુફભાઈ, મનિષાબેન ,યાત્રીબેન સહિતના સભ્યો , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના આચાર્યો,  શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા . આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા ,શાસના અધિકારી ફાલ્ગુનીબેન પટેલ ,બીઆરસી પ્રજ્ઞાબેન  લીંબડ  એ જહેમત ઉઠાવી હતી.