બર્નિંગ કાર : જામનગરના દિગ્વિજય પ્લોટમાં ભળ ભળ કાર સળગી જુઓ..

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ માં કાર ભળભળ સળગી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ કારમાં આગ લાગવાની ઘટનાને લઈને ભારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 8 રહેતા કૌશલભાઈ મારવાડીની મારુતિ કાર ચાલુ કરવા જતા શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક ભળભળ સળગી ઊઠી હતી. આ અંગે તાબડતોબ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા તાત્કાલિક જામનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગ લાગવાની ઘટના દરમિયાન કારમાં મોટું નુકસાન થયું છે અને કાર બળીને ખાખ થઈ ગઈ છે.