શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાતે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તા.૨૪/૦૪/૨૦૨૩ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગ રૂપે શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ,જામનગરના ANM/GNM/BSC(N) કોર્ષના 178 જેટલા વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિભાગના વડા ડૉ.મિતલ પટેલ તથા તેમની ટીમે વિદ્યાર્થીઓની આ વિઝિટનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું હતું.