સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માંચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા સંયોજક ધમભા વાળા, માતૃશક્તિ સંયોજિકા હીનાબેન અગ્રાવત, વિશ્વ હિન્દુ પરિષદ ગ્રામ્યના મંત્રી પ્રફુલાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા, રેખાબેન લાખાણી, ભાવનાબેન મણીયાર, બજરંગ દળ ના હિમાંશુભાઈ ગોસાઈ, જીલ બારાઈ, નિશ્ચય ભટ્ટ, આયુષ સોલંકી સહિતના કાર્યકરો અને અગ્રણી હોદ્દેદારો દ્વારા વિશિષ્ટ ગદા સાથે સારંગપુર થી આવેલ મુખ્ય રથનું સ્વામિનારાયણ મંદિર બેડીગેટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સનાતન ધર્મની 11 રાજ્યોમાં ફરનાર આ યાત્રા લઈ જામનગર પહોંચેલા સંજયભાઈ ગોસ્વામી, મમતાબેન સહિતના આયોજકોને પણ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ સનાતન જ્યોત યાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આ દરમિયાન વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે પણ પહોંચી હતી. જે દરમિયાન વિવિધ અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા રસ્તામાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.