જામનગરમાં માતા પર કપાતર પુત્રે આચર્યું દુષ્કર્મ, ચોમેર ફિટકાર

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં સગી જનેતા ઉપર પુત્ર એ નશા ની હાલતમાં દુષ્કર્મ ગુજાર્યા હોવાની માતાએ પુત્ર સામે જ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

માતા પુત્ર નો સંબંધ સૌથી પવિત્ર અને વાત્સલ્ય સભર માનવામાં આવે છે પરંતુ જામનગરના પોશ વિસ્તારમાં માતા ઉપર ઘોર નિંદ્રા દરમિયાન નસો કરી આવેલા પુત્ર એ નજર બગાડી દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ સમગ્ર ઘટના બાદ માતાએ તેના પુત્ર સામે બળાત્કાર ગુજારવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી આપવીતી વર્ણવી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કપાતર પુત્રને ઝડપી પાડવામાં આવ્યો છે.

સગી માતા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ કપાતર પુત્ર ભાગી છુટ્યો હતો. બાદમાં સમગ્ર ઘટનાક્રમ અંગે માતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પણ માતાને મેડિકલ ચેકઅપ માટે ખસેડી ગુનો નોંધી પુત્રની શોધખોળ હાથ ધરી અટકાયત કરી છે. અને આ અંગે વધુ તપાસ હાલ ચલાવવામાં આવી રહી છે.