વિહોતર વિકાસ મંચ જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રબારી સમાજના ગુજરાત પ્રદેશના શિક્ષણ સંગઠન વિહોતર વિકાસ મંચ દ્વારા જામનગર ના યુવા અગ્રણી અને સમાજ માટે દરેક ક્ષેત્રમાં કાર્યરત રહેતા સચિનભાઈ રબારીની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સચિનભાઈ સમસ્ત રબારી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી રબારી સમાજમાં શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના કામોમાં પણ અગ્રેસર છે તેને જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્તિ થતા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.