જામનગર મહાનગર પાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા અપાતી PM સ્વનિધિ યોજનાની લોન બની આશીર્વાદ સમાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં જામ્યુંકો અને મામલતદાર કચેરીની વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો.

આ કેમ્પ દરમિયાન કમિશનર વિજયકુમાર ખરાડી ના આદેશ અનુસાર, નાયબ કમિશનર ભાવેશભાઇ જાનીના મોનીટરીંગ અંતર્ગત તથા કંટ્રોલિંગ ઓફિસર યૂસીડી શાખા જીજ્ઞેશભાઈ નિર્મલ , પ્રોજેક્ટ ઓફિસર અશોક ભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ જામ્યુકો જામનગર મહાનગરપાલિકા ના UCD વિભાગ દ્વારા ચાલતી વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ હોય ,જેમાં શાકભાજીનું વેચાણ કરતા કરનાર ને રૂપિયા 50,000ની PM સ્વનિધિ નો ચેક બેંક અધિકારીઓ તથા યુ.સી.ડી.ના પ્રોજેક્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.

જામનગર મહાનગરપાલિકા ના યુ.સી.ડી. વિભાગ દ્વારા PM સ્વનિધિ લોન ની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અંતર્ગત શરૂઆતના તબક્કામાં ₹10,000 ની લોન મજૂરી કામ કરતા વર્ગને મળવાપાત્ર હોય છે, જે લોન નું સમયસર ચુકવણું કર્યા બાદ ₹20,000 ની લોન ની પાત્રતા મળે છે, આ બંને લોનનું ચુકવણું પૂર્ણ કર્યા બાદ રૂપિયા 50,000ની લોન મજૂરી કામ કરતા અને હાથ લારી ચલાવતા ફેરિયાઓને સરકારદ્વારા આપવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ચમનભાઈ ભવાન ભાઈ મકવાણા એ અગાઉ ₹10,000 અને ત્યારબાદ ₹20,000 ની લોન નું સમયસર ચુકવણું કર્યા બાદ તેઓની સરકાર દ્વારા રૂપિયા 50000ની લોન મંજૂર કરવામાં આવેલ હોય તેમને સેવા સેતુ કેમ્પ દરમિયાન ચેક વિતરણ કરવામાં આવ્યો હતો , PM સ્વનિધિ લોન મેળવનાર ચમનભાઈ મકવાણા જણાવે છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે લોકડાઉનના સમયમાં અમો મજૂરી કામ કરી છીએ, શાકભાજીનું વેચાણ કરી મારા પરિવારનું ગુજરાન ચાલે છે, પરિવારમાં માત્ર હું અને મારી પત્ની અમે બંને જ છીએ નિરાધાર જીવન જીવીએ છીએ પ્રધાનમંત્રી શહેરી ફેરિયાઓ માટે સરકારદ્વારા આપવામાં આવેલી લોન મારા માટે આશીર્વાદ સમાન બની છે શરૂઆતના સમયમાં નાની લોન લીધી ત્યાર પછી ધીમે ધીમે તેના ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યા અને આજે શાકભાજીની હું ફેરી કરું છું જે વ્યવસાયને આગળ વધારવા માટે સરકારદ્વારા મને રૂપિયા 50,000 ની લોન મળી છે આથી હું શાકભાજી નું વેચાણ કરી ગુજરાન ચલાવું છું, આ લોન સરકાર દ્વારા પ્રાપ્ત થઈ છે , જેના થકી હું મારો શાકભાજી નો વ્યાપાર વધુ પડતો વિકસાવીશ અને લોનના ઇન્સ્ટોલમેન્ટ નું પણ સમયસર ચુકવણું કરીશ ,જે આત્મનિર્ભર બનવા માટે સરકારનો ઉત્તમ પ્રયત્ન છે.

આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા જયેશભાઈ મોટવાણી અને અશોકભાઈ દુલાણી ની પણ રૂપિયા 50,000ની લોન PM સ્વનિધિ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ છે તેઓને પણ સરકારની યોજના મુજબ ચેક વિતરણ કરવામાં આવશે, આ તકે જમ્યુકોના યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોશી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેડી બંદર શાખાના મેનેજર S.H. તિવારી, જામનગર લીડ બેંકના મેનેજર દીક્ષિતભાઈ , યુસીડી વિભાગના PM સ્વનિધિ ના મેનેજર વિપુલભાઈ વ્યાસ અને પૂનમ ભગત ઉપસ્થિત રહ્યા હતા.