સસોઈ ડેમ ઓવરફ્લો, આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને જામજોધપુર, લાલપુર પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગથી અનેક નદી નાળા છલક્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જામનગરના જેવા દોરી સમાન ગણાતા સસોઈ ડેમમાં પણ વરસાદી નિર આવતા ડેમ ઓવરફ્લો થયો છે.

જામનગરની મહાનગરપાલિકા દ્વારા પીવા માટે આપવામાં આવતા પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થતાં આહ્લાદક નજારો પણ સામે આવ્યો છે. જેને નિહાળવા અનેક લોકો જતા હોય છે.

હાલ તો વરસાદી સિઝનને લઈને ડેમ આસપાસ જતા લોકોને તંત્ર દ્વારા ડેમ અને વરસાદી પાણી ભરાયો હોય તેવા વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે સસોઈ ડેમ આસપાસ લોકોની અવરજવર પણ ખાસ બંદોબસ્ત ગોઠવી બંધ કરી દેવામાં આવી છે.