જામનગરમાં ટેકફેસ્ટનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા જામનગર ટેકફેસ્ટ 2024 નો આજથી શુભારંભ થયો છે.

આગામી 7 જાન્યુઆરી,2024 સુધી 4 દિવસ ચાલનાર છે. આ ચાર દિવસીય ઔધોગિક મેળાનું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મ્યુ કમીશ્નર ડી.એન. મોદી, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા સહિતના મહાનુભાવોએ ટેક ફેસ્ટ ખુલ્લો મૂક્યો છે.