ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવાની શાનદાર સિદ્ધિ મેળવવા બદલ જામનગરની પ્રતિભાશાળી ખેલાડી યશસ્વી સિંહ ચરકનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવશાળી ક્ષણમાં વધારો કરતાં જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને રિલાયન્સ ક્લસ્ટર હેડ દ્વારા પણ તેની આ સફળતાને બિરદાવવામાં આવી હતી.
યશસ્વીની કરાટેની આ સમગ્ર સફરમાં તેને સતત માર્ગદર્શન, તાલીમ, ઉત્તમ તકો, સાથ-સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેના કોચ શ્રી ઉમાકાંત સેનાપતિ તેમજ KDARFS, RSCC, KDF અને KIOનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
