જામનગરમાં દરેડ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, ઓળખ માટે તજવીજ

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના દરેડ ધાર વિસ્તાર હુશૈની ચોક પાસે રફિકભાઈ ખફીની ખોલીના સામેના ભાગે આવેલ બંધ પડેલ શેડની અગાસી પરથી ગઇ તા.૨૦/૦૧/૨૦૨૪નાં સાંજે 7 વાગ્યા પહેલાનાં સમયે એક આશરે ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષનો બિનવારસુ મૃતદેહ મળી આવ્યો હતો .

હાલ આ અજાણ્યા પુરુષનો મૃતદેહ જામનગર જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખેલ છે. જેનાં વાલીવારસ નથી મળેલા, જેથી કોઈ ઓળખતું હોય તો જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 0288 2730151 પર અથવા તપાસ કરનાર ASI પી.બી.ગોજીયા નાં મો. નં.7990160538 પર કોન્ટેક્ટ કરવા એક યાદીમાં જણાવાયું છે.