જામનગરમાં મોટી દિકરીની જાન આવે તે પહેલાં જ પિતાએ ગળેફાંસો ખાઈ લેતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરમાં દીકરીના લગ્ન પહેલા જ પિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચાર મચી જવા પામી છે. જ્યાં પુત્રીના લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં જ પિતાએ બાજુમાં નિર્માણ થઈ રહેલા કન્ટ્રક્શન સાઈટ પર ગળેફાંસો ખાઈ મોત મીઠું કરતા શોકમયી વાતાવરણ ફેલાયું છે.

જામનગર શહેરના નવાનગર ઘેડ વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ઇંદિરા કોલોનીમાં મધુવન સોસાયટીમાં આવતી કાલે મોટી દીકરી મિત્તલના લગ્ન હતાં તે પૂર્વજ દીકરીના પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોતાના ઘરની બાજુમાં ચાલતા કન્ટ્રક્શન સાઈડ પર જઈ ગળાફાંસો ખાઈ નરોતમ છગનભાઈ રાઠોડ નામના 50 વર્ષીય આધેડે મોત મીઠું કર્યું છે. જેથી ઘરે લગ્નનનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે.

મૃતક નરોત્તમભાઈ રાઠોડ બ્રાસપાર્ટ ના કારખાનામાં કામ કરતા હતા. છેલ્લા છ થી સાત વર્ષ દરમિયાન નવાગામ પાછળ આવેલ મધુવન સોસાયટીમાં રહે છે. નરોત્તમભાઈને ત્રણ દીકરીઓ અને એક પુત્ર પાર્થ છે. આજે સવારે મોટી દીકરીના માંડવા પડ્યા હતા અને આવતીકાલે સિક્કાથી મોટી દીકરીની જાન આવવાની હતી તે પહેલા જ અગમ્ય કારણોસર નરોત્તમભાઈએ પોતાની બાજુમાં બની રહેલા મકાનના કન્સ્ટ્રકશન સાઈડમાં જઈને જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જોકે કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે કારણ હજી અકબંધ છે. ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.