લાલપુર હાઇવે પર ચંગા નજીક બસ પલટી, 10 ઇજાગ્રસ્ત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ચંગા પાટીયા પાસે બસ પલટી મારી છે. મોડી સાંજે બનેલા ગમખ્વાર અકસ્માતમાં બસ માંથી મુસાફરો કાચમાંથી બહાર નીકળવાનો કરી રહ્યા છે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતાં.

જામનગર લાલપુર રોડ પર સર્જાયેલ બસ પલ્ટી મારવાના આ અકસ્માતમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.

ખાનગી બસે ચંગા અને ચેલા પાટીયા ની વચ્ચે સોમનાથ હોટલ પાસે પલટી ખાધી હતી. જ્યાં પોલીસ, 108ની ટીમ ઘટના સ્થળે દોડી ઘાયલોને જી.જી. હોસ્પિટલ ખસેડવા કવાયત હાથ ધરી હતી.