મક્લા બંદરે સલાયાના વહાણમાં ભીષણ આગ લાગતાં મોટી નુકસાની…

દેશ-વિદેશ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક :

મકલા બંદરે કાર્ગો વહાણમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહીશનું સુલતાન ઓલિયા નામના વ્હાણમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેને લઇને દરિયા કિનારે લાંદરાયેલા સળગી રહેલા વ્હાણ ઉપર પણ આકાશમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના જામ સલાયાના આસિફ અબ્દુલ્લા ભાયાનું સુલતાન ઓલિયા નામનું વહાણ દુબઈથી સમાન સાથે બે દિવસ થયા મક્લા બંદરે પહોચ્યું હતું . મકલા બંદરે લાંગરેલા આ વહાણમાં ગઈકાલ રાતથી ભીષણ આગ લાગતાં સુલતાન ઓલિયા નામના નવા નક્કોર વહાણમાં સમગ્ર માલસામાન બળીને ખાક થઈ ગયાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી.

 ફોટો : જુનેદ થૈમ, બેટ-દ્વારકા