જામનગરની બહેનોએ દુબઈમાં કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતનો ઝંડો ફરકાવ્યો

ખેલ-કૂદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગરની સગી બે બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણા એ દુબઈમાં કરાટે ની સ્પર્ધામાં ઉત્પૃષ્ઠ દેખાવ કરી ભારત નો ઝંડો ફરકાવ્યો છે.

તારીખ 24 એપ્રિલ 2024 ના દુબઈ ખાતે બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. જેમાં 20 થી પણ વધારે દેશો એ ભાગ લીધો હતો.

આ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબ ની સ્ટુડન્ટ જિલ મકવાણા અને જીનલ મકવાણા એ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમ્યાન કુનેહ અને મહેનતથી બંને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી તેમના પરિવાર, સમાજ, ગુજરાત અને સમગ્ર ભારતનું નામે રોશન કર્યું છે. લાયન્સ કરાટે ક્લબ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણાએ તાલીમ આપી હતી.