જામજોધપુરના સામાણા ડુંગરોમાં યોજાઈ પ્રથમ ‘હિલ મેરેથોન’

ખેલ-કૂદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્રની શૌર્યભૂમિ પર રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો છે. જામનગર સાઈક્લિંગ ક્લબ દ્વારા જામજોધપુરના ખટિયા ગામ પાસે આવેલી સામાણાની ટેકરીઓ પર પ્રથમ “સામાણા હિલ મેરેથોન” નું સફળતાપૂર્વક આયોજન ગામવાસીઓ નાં અદમ્ય સહકાર થી કરવામાં આવ્યું હતું, દોંડની શરૂઆત સરપંચ દ્વારા ફ્લૅગ ઓફ કરી ને કરવામાં આવી હતી.

કુદરતી સૌંદર્ય અને પડકારજનક ચઢાણ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ ૫૫ દોડવીરોનો અપ્રતિમ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ માં નાના માં નાનકડાં દોડનાર પાંચ વર્ષ ની દીકરી અને વરિષ્ઠ ૭૨ વર્ષિય દોડ વીર હતા.

પહાડી વિસ્તારમાં ૨૧.૧ કિમી (હાફ મેરેથોન – ધ કોન્કરર): સૌથી કઠિન ગણાતા આ રૂટ પર ૩૯ દોડવીરોએ સામાણાની ઊંચાઈઓને સર કરી હતી.

 ૧૦ કિમી (ધ ચેલેન્જ): ઉબડ-ખાબડ ટેકરીઓ ઉપર ૬ સ્પર્ધકોએ પોતાની શક્તિ અને ઝડપનું પ્રદર્શન કર્યું હતું.

 ૫ કિમી (ધ સ્પિરિટ ઓફ સામાણા): ૫ ઉત્સાહીઓએ પરિવાર અને મિત્રો સાથે કુદરતી સૌંદર્યનો આનંદ માણતા આ ફન-રન પૂર્ણ કરી હતી.

નયરમ્ય પ્રકૃતિ અને પરોઢે ટાઢ તડકા ની ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ દોડમાં હાઈડ્રેશન પોઈન્ટ્સ પર પરંપરાગત કાઠિયાવાડી લોકસંગીત અને ઢોલના ધબકારે દોડવીરોનો જુસ્સો વધાર્યો હતો. તમામ દૌડવિરોને ખાસ તૈયાર કરાયેલ ‘ફર્સ્ટ એડિશન’ ફિનિશર્સ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર સાઈક્લિંગ ક્લબના આ પ્રયાસથી સ્થાનિક પ્રવાસન અને ફિટનેસ સંસ્કૃતિને નવું બળ મળ્યું છે.