મહેર સમાજ અને સતવારા સમાજે પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે બેઠક યોજાઇ હતી. મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું આ તકે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને  દેશનું સુકાન નરેન્દ્રભાઈ મોદીને સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી હતી.

આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

આ તબ્બકે, ૧૨ લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તાલુકા પંચાયત પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થા ના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.