ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ફરી એકવાર વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર ૮ માં કુલ રૂ. ૧૩૩.૦૭ લાખ ના ખર્ચે ૧૨ જેટલા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન થયા છે.
વિકાસ કાર્યોની વિગતવાર વિગતોની વાત કરીએ તો, ધારાસભ્ય દ્વારા આજે શુક્રવારે સવારે ૯:૪૫ કલાકે વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઈ વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો.
પેવર બ્લોકના કામો : સરદાર પાર્ક શેરી નં. ૧ અને ૨ વચ્ચેના કોમન પ્લોટમાં.
મુરલીધરનગર, વાટલીયા પ્રજાપતિ સમાજની બાજુના કોમન પ્લોટમાં.
કૈલાશનગર, ઢોસા હાઉસ વાળી શેરીના છેડે આવેલા કોમન પ્લોટમાં.
મોહનનગર, નંદ ઘર પાસેના કોમન પ્લોટમાં.
કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની બાજુના કોમન પ્લોટમાં.
સી.સી. રોડના કામો: કૈલાશનગર, બજરંગ પાનની સામેની સ્કૂલવાળી શેરીમાં.
ઉદય પાનની બાજુની અને સામેની શેરીઓમાં.
મુરલીધરનગર-૧ ની શેરી નં. ૧ અને ૨ માં.
મોહનનગર અને કામદાર કોલોનીની આડી શેરીઓમાં.
ઓશવાળ કોલોની રોડ, લીલાશાહ ધર્મશાળાથી આશાપુરા બ્રાસ સુધી.
અન્ય સુવિધાઓ : નારણ કચરા સમાજની બાજુમાં, શેરી નં. ૨ માં આવેલા ખોડિયાર માતાના મંદિરે ભક્તોની સુવિધા માટે ડોમ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
આ તકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે જામનગરના અનેક રાજકીય અગ્રણીઓ જોડાયા હતા, જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી અને દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે અને ભાવેશભાઈ ઠુંમર, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતીયા, કેતનભાઇ ગોસરાણી અને સોનલબેન કણજારીયા ઉપરાંત વોર્ડ નં. ૮ ના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જામનગરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી અને ગુણવત્તાયુક્ત મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
