જામનગરના ટાઉનહોલમાં શનિવારે મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ તા. 3/9/ 2022 ના રોજ વોર્ડ નંબર 15 થી 16નો નિર્ધારિત સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી એમ.પી.શાહ મ્યુનિસપિલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકાના અને મામલતદાર કચેરીના વિભાગો જેવા કે જન્મ મરણના દાખલા ,લગ્નની નોંધ ના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્સ, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ ,વોટર વર્કસ અંગેના મુદ્દાઓ ,આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન ,વિધવા પેન્શન કાર્ડ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ,જાતિનો દાખલો ,પીજીવીસીએલ તેમજ સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ ના દાખલાઓ , રેવન્યુ અરજી, વારસાઈ અરજી ઉપરાંત આધારકાર્ડની કામગીરી અને ICDS દ્વારા 0 થી 5 વર્ષ સુધીના બાળકો માટેના આધાર કાર્ડ સહિતની સેવાઓ વોર્ડ નંબર 15 અને 16ના નાગરિકોને એક જ સ્થળે થી સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી એમ.પી. ટાઉનહોલ ખાતે મળી રહેશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.